Metrana

India / Gujarat / Siddhapur /
 ફોટો અપલોડ કરો

મેત્રાણા એક ગામનું નામ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું છે. મેત્રાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી, પશુપાલન તેમ જ નોકરી છે.

આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દૂધની ડેરીની સવલતો ઉપલબ્ધ થયેલી છે. મેત્રાણામાં લગભગ ૬૦૦ વર્ષ પુરાણું જૈન દેરાસર આવેલું છે, જે ગામનું એક આકર્ષણ છે. આ ઉપરાંત ચાચરીયા ચૌહાણનું પણ એક મન્દિર અહીં આવેલુ છે. ભાઈબીજના દીવસે અહીં મેળો ભરાય છે. તેનો ટુકો ઇતીહાસ આ પ્રમાણે છે.

મેત્રાણા ગામ ચાચરેટ દાદાની પાવન ઉપસ્થિતિના કારણે પણ સમગ્ર સિદ્ધપુર-કાકોશી-વાગડોદ-પાટણ પંથકમાં જાણીતું છે. ગુજરાત રાજય દશનામ ગોસ્વામી મહામંડળના માજી અઘ્યક્ષ અને ગાગલાસણ શાળાના નિવૃત્ત આચાર્ય કાળુગિરિ ભગવાનગિરિ ગોસ્વામી કહે છે કે, શ્નલોકવાયકા મુજબ આ સ્થાનક ૮૫૦ વષ્ાર્ કરતાં પણ વધુ પ્રાચીન છે. તે સમયે કસાઇઓનો ભારે ત્રાસ હતો. ગોચરમાં ઘાસચારો ચરતાં ગાયોના ધણને આંતરી લઇ જઇ ત્રાસ ફેલાવતા હતા. તે અરસામાં ચાચરિયા ગામેથી ચૌહાણ કુળના રાજપૂત ઘરાણાની જાન કુંવારા ગામે આવેલી. રાજપૂત યુવાન લગ્નમંડપમાં હોંશિલો બની પહેલો, બીજૉ અને ત્રીજૉ મંગળફેરો ફરી રહ્યો હતો, તેવા સમયે જ બૂંગિયો ઢોલ ધબકી ઊઠયો.

સીમમાં કસાઇઓ ઉતરી પડયા હોવાની અને ગાયોના ધણ હાંકી જતાં હોવાની બૂમો સંભળાઇ. ગાયોને હાંકી જવાની વાત સાંભળી મીંઢળબંધા યુવાનનું લોહી ઊકળી ઊઠયું અને તલવારના એક ઝાટકે વરમાળાને છોડી ઘોડા પર સવાર થઇ ગાયોની વહારે ચડયા. તેમની સાથે લુણારી બહેન અને ખોડલો કોટવાળ નામે ઢોલી પણ હતા. ત્રણેય જણાંએ ગાયોના ધણ લઇને જતાં કસાઇઓ સાથે જીવ સટોસટની બાજી લગાવી.ધણ પાછું વાળ્યું. પરંતુ તેમાં ઢોલી અને લુહારી બહેન કામ આવી ગયાં.

આ શૂરવીરે બંનેને આશીર્વાદ આપ્યા કે શ્નગાયોના રક્ષણ માટે જાત ન્યોછાવર કરનારાં આપ બંને મારી સાથે પૂજાશો.’ ત્યાર બાદ હાલના મેત્રાણા ગામથી અડધો કિ.મી. દૂર તળાવના કાંઠે આ શૂરવીરે ફૂલોનો ઢગલો થઇ પ્રાણત્યાગ કર્યો. આજે ત્યાં સ્મારક તરીકે મૂર્તિ પ્રસ્થાપિત કરાઇ છે. જે શ્નચાચરેટ દાદા’ના નામથી પ્રચલિત છે.’

કાકોશિયા ચૌહાણ, ક્ષત્રિય ઠાકોર ભાઇઓમાં પ્રતિ વર્ષ ભાઇબીજના પવિત્ર દિવસે કસુંબાપાણી કરી પરસ્પર મળવાનો શિરસ્તો આજેય છે. લોકો શ્રીફળ, કંકુ, ઘોડો અને ધજા સાદર કરી વીરપૂજાની ધન્યતા અનુભવે છે.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   23°58'59"N   72°17'20"E
  •  87 કિમી
  •  96 કિમી
  •  140 કિમી
  •  155 કિમી
  •  167 કિમી
  •  197 કિમી
  •  241 કિમી
  •  244 કિમી
  •  276 કિમી
  •  287 કિમી
This article was last modified વર્ષ પહેલાં 16