શીતળા માતા નુ મંદિર (શ્રાવણ સુદ કે વદ સાતમ નો મેળો) & શિવ નુ પૌરાણિક મંદિર,ધર્મશાળા, Step Well (પગથિયાંવાળો કૂવો) (Mandropur()

India / Gujarat / Kheralu / Mandropur( / Mandropur
 ફોટો અપલોડ કરો

શીતળાની દેવી
શ્રાવણ સુદ કે વદ સાતમ; એક તહેવાર
બળિયાના રોગની દેવી; સૈયડની દેવી; માતા. આ દેવી કમળ ઉપર બેઠેલી, લાલ વસ્ત્ર પહેરેલી, બાળકને ધવરાવતી પીળા રંગની મનાય છે.
શીતળા : એક જાતનો બહુ જ ચેપી રોગ; બળિયા. આ રોગમાં સખત તાવ આવ્યા પછી શરીરે ધોળા મોંના ફોલ્લા થઈ આવે છે. આઠ દિવસે ફોલ્લા નરમ પડી તાવ ઊતરવા માંડે છે. આ રોગ જીવલેણ ગણાય છે અને બચનારની ચામડી ઉપર તેના ડાઘ રહી જાય છે. સૈયડ, માતા, બળિયાકાકા વગેરે બીજાં નામથી પણ આ રોગ ઓળખાય છે. બધા ચેપી રોગોમાં સૌથી ભયંકર, માણસ તથા છોકરાંને દુઃખ આપતો આ ચેપી રોગ છે. શીતળાનો રોગ ચાલતો હોય ત્યારે શીતળાની રસી નહિ મુકાવેલા માણસોમાં સોમાંથી ભાગ્યે જ એક બે માણસ બચે છે, જ્યારે રસી મુકાવેલા સો માણસોમાંથી ભાગ્યે જ એકાદ બે મરી જાય છે. લોકોમાં હજુ પણ એવા રૂઢ વિચારે જડ ઘાલી છે કે, બળિયા નીકળવા એ એક દેવીનો કોપ છે અને તે અમુક વખતે નીકળ્યા વિના રહેતા જ નથી. બળિયાથી ઘણાં બાળકો મરી જાય છે. જેઓ બચે છે તેમાંનાં ઘણાં કદરૂપાં, આંધળાં, લૂલાં, લંગડા, બહેરાં કે અપંગ થઈ જાય છે અથવા તેમના સાંધા રહી જાય છે. આ રોગના ચિન્હોઃ જો છોકરાંને આ રોગ લાગુ પડ્યો હોય તો શરૂઆતમાં ટાઢ વાય, માથું દુઃખે, કેડમાં સખત દરદ થાય, તાવ સખત આવે અને પછી ત્રીજે દિવસે તાવની ગરમી ઘટી જાય છે અને ફોલ્લા નીકળવાં માંડે છે. ચોથે દિવસે ફોલ્લા માલૂમ પડે છે. પહેલવહેલાં કપાળ ઉપર અને હાથના પોંચાની બહારની ચામડી ઉપર દેખાય છે. આ ફોલ્લા ઘેરી રતાશ પડતી ફોલ્લીઓ જેવા દેખાય છે. પણ એક બે દિવસમાં તે મોટા થાય છે અને પછી એક બે દિવસમાં તેમાં રસી થઈ પરૂ બની જાય છે. તેને અટકાવવા માટે ( ૧ ) દરેક બાળકને નાનપણમાં જ દોઢ માસની ઉમરથી એક વર્ષની અંદર શીતળા ટંકાવી લેવા જોઈએ, ( ૨) દરદીને સ્વચ્છ હવા અજવાળાવાળા ઈલાયદા ઓરડામાં રાખવો, ( ૩) દરદીને ફક્ત દૂધ કે માવાનો ખોરાક આપવો, ( ૪ ) તરસ મટાડવા સ્વચ્છ ઠંડું પાણી અથવા સોડા થોડી થોડી વાર પીવાં, ( ૫ ) હુંફાળા પાણીમાં કપડું પલાળી પછીથી પાણી કાઢી નાખી ધીમે ધીમે શરીર ઉપર દિવસમાં ૨ થી ૩ વખત લૂંછવું અને તરત જ કોરું કરવું, ( ૬ ) શરીર ઉપર કારબોલિક તેલના મીઠા તેલમાં ભેળવીને લગાવવું, ( ૭ ) મોઢા ઉપર સોજો આવ્યો હોય તો બોરિક લોશનનાં પોતાં મૂકવાં, ( ૮ ) આંખનું રક્ષણ કરવા બોરિક એસિડ દશ ગ્રેન એક ઔંસ પાણીમાં નાખી તેનાથી આંખ ધોવી, ( ૯ ) દરદીના ઓરડામાં ફીનાઈલ છાંટવું, ( ૧૦ ) દરદીની સારવાર કરનારે શીતળા ટંકાવી લેવા, ( ૧૧ ) શીતળાનો રોગ મટયા પછી દોઢ માસ સુધી તેવાં છોકરાંને નિશાળે મોકલવાં નહિ, ( ૧૨ ) બીજાં છોકરાંને દરદી પાસે જવાં દેવા નહિં.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   23°55'11"N   72°35'48"E
  •  73 કિમી
  •  88 કિમી
  •  152 કિમી
  •  157 કિમી
  •  166 કિમી
  •  218 કિમી
  •  258 કિમી
  •  271 કિમી
  •  277 કિમી
  •  310 કિમી
This article was last modified વર્ષ પહેલાં 11