Helabeli Solar Power Plant, GHI Energy Pvt. Limited.

India / Gujarat / Kutiyana /
 production  Add category
 Upload a photo

પોરબંદર જિલ્લાના કેરાળા અને હેલાબેલી ગામે ૨૫ મેગાવોટ સૌરઉર્જાના એકમોનું લોકાર્પણ આગામી તા. ૧૯ મી ના રોજ નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવશે. કેરાળા ગામે ૧૫ મેગાવોટ તથા કુતિયાણાના હેલાબેલી ગામે ૧૦ મેગાવોટ સુર્ય ઉર્જા ઉત્પાદિત થશે. અને ૨૦૦ જેટલા ગામડાઓને વજપુરવઠો મળી શકશે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ મુખ્યમંત્રીના હસ્તે તા. ૧૯ મી એપ્રિલના રોજ રાજ્યના કુલ ૬૦૦ મેગાવોટ સૌરઉર્જાના એકમોનું ગુજરાત સોલર પાર્ક, ચારણકા ખાતેથી લોકાર્પણ થશે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાના કેરાળા ગામે વજુભાઈ વાળાના હસ્તે ૨૫ મેગાવોટ સૌરઉર્જાના એકમોનું લોકાર્પણ કરવામાં આવશે. રાણાવાવના કેરાળા ગામે મોઝર બિયર એનર્જી એન્ડ ડેવલોપમેન્ટ લી. દ્વારા ૧૫ મેગાવોટ અને હેલાબેલી ગામે જીએચઆઈ એનર્જી પ્રા.લી. દ્વારા ૧૦ મેગાવોટ મળી કુલ ૨૫ મેગાવોટના વજિ ઉત્પાદનોથી ૨૦૦ ગામડાઓને વજપુરવઠો પુરો પાડી શકાય.

સ્થાનિક વજિ ઉત્પાદન થવાથી દૂરથી પાવર પ્રવહન કરવામાં જે વજિલોસ થાય છે તે નિવારી શકાય અને વજિ ઉત્પાદનનો મહત્તમ ઉપયોગ કરી શકાય.આ ઉદ્ઘાટન પ્રસંગે નાણામંત્રી વજુભાઈ વાળા ઉપરાંત રાણાવાવના ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને તા. ૧૯ મી એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ તકે મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. સૌરઉર્જાના એકમોના લોકાર્પણને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
Source link : www.divyabhaskar.co.in/article/SAU-solar-elctic-plants-...
Nearby cities:
Coordinates:   21°41'50"N   70°1'13"E
This article was last modified 13 years ago