Swami Narayan Temple (Muli)

India / Gujarat / Sayla / Muli / opp. riverbank

Includes the Swami Narayan Temple , Kothari Bhavan and Swaminarayan Haveli where Swaminarayan Bhagwan lived 200 year ago
Nearby cities:
Coordinates:   22°38'21"N   71°27'26"E

Comments

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ પ્રસંગે આ સ્થાને પ્રથમ વાર આવેલા પછીતો ઘણી વખત આવેલાછે. ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી આહિં મંદિર થયું છે. આ મંદિર કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ બનવ્યુછે. આ મંદિરમાં દેવો ની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૯-મહાસુદ ૫ (વસંતપંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થઈ છે. કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ વડતાલ,જુનાગઢ અને મુળી આમ ત્રણ મંદિર બનવ્યા છે..............a.bhagat(ssgd)
  • વ્હાલા ભક્તો, મનુષ્યનો અવતાર ખુબજ મોંઘો છે. જેને એ મળ્યો તે મહા-મહા ભાગ્યશાળી. મનુષ્યનો અવતારતો મળ્યો પરંતુ શા માટે? કોઇ દાળા વિચાર કર્યો? વિચાર કરીયે તો સમજાય, પરંતુ વિચાર જેના હંમેશા થી સારા હોય તેનેજ સમજાય. હવે એ વાત કે વિચાર કોના સારા હોય? તો જેના જીવનમાં દરરોજ શાસ્ત્રનું વાંચન હોય, સાથો સાથ જેના જીવનમાં સંતોનો સમાગમ હોય, વળી જેના જીવનમાં વિવેક હોય, જેના જીવનમાં દયાનો દર્યો હોય, જેનુ જીવન ભગવાનમય હોય, તેના વિચારો સારા હોય. અને જેના વિચાર સારા એ સમજી શકે કે મનુષ્યનો અવતારતો શા માટે મળ્યો? નંદ સંતો એ અદભુત પંક્તિઓ લખી, " મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, તે તારે આજ આવી રે, કરીલે સત્સંગ કહુ છું તુને, જાસે ફેરો ફાવી રે.............." સંતો કહેતા મનુષ્યનો અવતાર જીવાત્માને મળવો એ એક સુવર્ણ ની સંધી છે. કઇ રીતે, તો જીવાત્મા લખ ચોરાશી ભોગવ્યા બાદ એક વખત મનુષ્યના અવતારમાં પ્રવેશ કરે છે. કારણ, જો કદાચ ભુલે-ચુકે પણ એ ભગવાન ભજીલે તો એના માથે લખાયેલી લખ ચોરાશી ભુસાય જાય છે. અને જીવાત્મા કાયમનો મોટા સુખ ને પામે છે, એના માથે જન્મ-મરણ નો ભય નથી રહેતો, એ ભગવાનના ધામને પામે છે. પરંતુ મનુષ્યના મગજમાં ભુસુ ભરાયેલુ હોવાને કારણે એ કરવાનું કામ મુકી પંચવિષયમાં બંધાય જાય છે. પંચવિષયની વાસના જીવાત્માની આંખ્યો પર પડદા નાખી દે છે. સત્ય સમજવાની શક્તિ તેને નષ્ટ કરી નાખે છે. અને ફરી જીવાત્માને લખ ચોરાશી મા ખેંચી જાય છે. આનાથી બચવા માટેનો ઉપાય એકજ છે. અખંડ હરી ભજન.......................... ભાવથી બોલો..... સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, મંદિરીયું ખાવા ધાય તમ વિના વાલાજી .......૧ હૈયાની કોણ પુરે હામ તમ વિના વાલાજી, મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી .......૨ કોણ માને દિલની વાત તમ વિના વાલાજી, સુઃખ નાવે દીને રાત તમ વિના વાલાજી .......૩ મારે જુગ તુલ રજની જાય તમ વિના વાલાજી, મહા દુઃખ છે હૈયા માય તમ વિના વાલાજી .......૪ બ્રમ્હાનંદના સ્વામી જાણ તમ વિના વાલાજી, હું કેમ કરી રાખું પ્રાણ તમ વિના વાલાજી.......૫
  • -->આપણો આપત્કાળ કયો ? નિત્ય રમણીય દ્રશ્યોનાં દર્શન તે આપણો આપત્કાળ છે. તેનાથી જે બચ્યો તે જીત્યો.. -->પ્રભુની શરણાગતિ જીવના થાકને ઉતારે છે. -->વાસનિક માણસ સૌંદર્ય ભાળે છે પણ સંતાપને ભાળતો નથી.જો સંતાપ ભાળે તો સૌંદર્ય ઘેલો થાય નહી. -->જેટલો વ્યવસાયમાં રસ છે તેટલો રસ બાળકોના સંસ્કાર ઘડતરમાં પણ રાખવો... -->તમારા સંતાનોને સત્સંગનું ભણતર ભણાવો,જેથી તમારી વ્રુધ્ધાવસ્થામાં તેઓ તમને ઊંઠા ન ભણાવે... -->પહેલુ સુખ તે જાતે નર્યા અને છેલ્લુ સુખ તે શાંતિથી મર્યા.... -->સતી અને સંતની લગની સરખી હોયછે.પણ પતિ જુદા હોય છે... -->વ્યસન જિંદગીનો લુણો છે. તે જિંદગીને ક્યારેય સારી થવા દેતું નથી. -->શોખનું સેવન એટલી હદે ન કરો જેથી તે "શોક" નુ કારણ બની જાય. -->ગરીબાઇ અને અમીરાઇ પૈસાથી નહિ પણ દિલથી હોય છે. -->ચારિત્ર્ય અને સદાચાર એ સંતના શસ્ત્રો છે. -->સંતાપ આપનારો નહી પણ શાંતી આપનારો સંત કહેવાય. -->માતાની મમતા કરતા સંતની મમતા સો ગણી અધિક છે.કારણ માતા બાળકને સુવાડે છે જ્યારે સંત સુતેલાને જગાડે છે... -->ગરીબ અને ગરજુ થઈએતો ભગવાન અને સંત આપણા ઉપર ક્રૂપા કરે. -->એકાંત તો સર્વે પાપનો બાપ છે.પાપ હંમેશા લપાતા છુપાતા આવે છે. -->ઝેર પીવુ પણ ઓકવુ નહી. -->કમાણી એવી કરવી આપણને શાંતી થી ભજન કરવા દે. -->દેવનુ દૈવત પુજારીના હાથમાં છે. -->સાચુ સુખ ખાવામાં નથી ખવડાવવામાં છે. -->યોવનને ચાબુકની જરુર નહી પણ લગામની જરુર છે. -->કમજોરને દબાવે છે તે કદાચ મોટો બની શકે છે. પરંતુ કમજોર ને બચાવે છે તેતો મહાન બની જાય છે. -->પ્રભુ પાસે પાત્ર લઈને નહી પણ પાત્રતા લઈને જઈએ. -->>જેટલી વાસના વધે,તેટલી ગુલામી વધે.. -->>આ જીવ બીજાનો વાદ લે છે,પણ અક્ષરધામના મુક્તોનો કોઇ વાદ લેતુ નથી...
  • Jay Swaminarayan..................a.bhagat
  • Muli Village. People from here GOHIYA KADHAL established in Kutch BHUVAD and now their generations are known as BHUVADIYA - BHUDIA
This article was last modified 10 years ago