Ideal Location for Botanical Garden (Porbandar)

India / Gujarat / Porbandar
 Upload a photo

બોટનિકલ ગાર્ડન માટે રૂ. ૨ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

પોરબંદરમાં ગઇ કાલે નગરપાલીકા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી નિમિતે શહેરના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપતા ર૦ વ્યક્તિઓના વિશેષ સન્માન માટે યોજાયેલા સમારોહમાં જીલ્લા કલેકટરે એવુ જણાવ્યું હતું કે પોરબંદર શહેરને રળીયામણું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૯.૪૫ કરોડની યોજનાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે જેમા ર કરોડના ખર્ચે બોટોનીકલ ગાર્ડન પણ બનાવવામાં આવશે.

પોરબંદર નગરપાલીકા દ્વારા ગઇ કાલે ચોપાટી મેદાન ખાતે સ્વર્ણિમ ગજરાત અંતર્ગત શહેરના વિકાસ માટે સાહિત્ય, કલા, સામાજીક, સાંસ્કૃતિક, રમગ-ગમત અને શિક્ષણક્ષેત્રે યોગદાન આપનાર સાહિત્યકાર નરોતમભાઇ પલાણ તેમજ દેવજીભાઇ ખોખરી, મોહનભાઇ કોટેચા, રામજીભાઇ પાડલીયા, વશિ્રાંતીબેન મહેતા, પારૂલ મારૂ, ભરતભાઇ રૂઘાણી, નાથુભાઇ ગરચર, જયદેવ ઉનડકટ, જયેશ ઓડેદરા, જયેશ મોતીવરસ, કેતન કોટીયા, જયેશ હિઁગળાજીયા, જયેશ ખેતરપાળ, વજુભાઇ પરમાર, નૂતનબેન ગોકાણી, સિધ્ધાર્થ ખાંડેકર સહિત ર૦ વ્યક્તિઓનું મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેકટર એમ. બી. પરમારે એવું જણાવ્યું હતું કે પોરબંદર શહેરને રળીયામણું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ર૯.૪પ કરોડની યોજનાઓનો સૈધ્ધાંતીક સ્વીકાર કરાયો છે જે પૈકી ૧૯ કરોડની ફાળવણી કરી દેવામાં

આવી છે.

જેમા ૧ કરોડના ખર્ચે મ્યુજીકલ ફાઉન્ટેન રૂ.૮.૮૩ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ તેમજ રૂ. ર કરોડના ખર્ચે બોટોનીકલ ગાર્ડન બનાવવામાં આવશે. આ તકે તેઓએ નગર સ્વચ્છ બનાવવામાં શહેરીજનોનો સહકાર પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. નગરપાલીકાના પ્રમુખ સનિલભાઇ ગોહેલે શહેરીજનોને સ્વર્ણિમ ગુજરાતની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નિલેષભાઇ વ્યાસે કયું હતું.

અત્રે નોંધનિય છે કે, વિકાસથી વંચિત એવા પોરબંદર શહેરમાં ટ્રાફિકની સાથોસાથ પાણી અને ગટરની સમસ્યા પણ વકરી ચૂકી છે ત્યારે ૨૯ કરોડની જંગી ગ્રાન્ટ થકી પોરબંદર શહેરની શકલ બદલાઇ જશે તેમાં બેમત નથી.

બર્ડ સિટીનું અનાવરણ

પોરબંદરને નગરપાલીકા બર્ડ સીટી જાહેર કરી શકે તેવા વનવિભાગના પત્ર બાદ પોરબંદર નગરપાલીકાના પ્રમુખે ગઇ કાલે શહેરને બર્ડ સીટી જાહેર કરવા ઉપરાંત ચોપાટી ખાતે કલેકટર એમ. બી. પરમારની ઉપસ્થિતીમાં બર્ડ સીટીની તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે બર્ડ સીટીનો પ્રોજેકટ બનાવનાર નૂતનબેન ગોકાણી અને સિધ્ધાર્થ ખાંડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Visit : www.divyabhaskar.co.in/article/508382-937601.html
Nearby cities:
Coordinates:   21°39'4"N   69°37'22"E
This article was last modified 14 years ago