સોમનાથ મંદિર (Somnath)

India / Gujarat / Patan / Somnath
 શિવ મંદિર, જ્યોતિર્લિંગ, hindu temple (en), interesting place (en)

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય ઐતિહાસીક મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લીંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદીરની અડીખમ રહ્યું છે. મંદીરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવેલ છે.

સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદીર પર હુમલો કરી મંદીરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદીરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદીરના કીમતિ ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદીરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદીરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદીરનો નિર્માણ કર્યો. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી મંદીર તોડી પાડ્યું.
Nearby cities:
અક્ષાંશ-રેખાંશ:   20°53'15"N   70°24'7"E
  •  126 કિમી
  •  199 કિમી
  •  245 કિમી
  •  329 કિમી
  •  356 કિમી
  •  433 કિમી
  •  900 કિમી
  •  1131 કિમી
  •  1303 કિમી
  •  1306 કિમી
This article was last modified વર્ષ પહેલાં 9